

શ્રદ્ધાંજલિ સંદેશ:
નમો નમો મોચો ભારત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયભાઈ હટવાર અને રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી તથા ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષા શ્રીમતી લતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નમો નમો મોર્ચા ની ટીમ સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં પેહલગામમાં ઘટી દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ નિર્દોષ આત્માઓ માટે શ્રદ્ધાંજલિ અને શાંતિપ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગઠન તરફથી ભારત સરકારને આપેલ અપીલ અનુસાર, આ હુમલો માત્ર હિન્દુત્વ પર નહિ, પણ ભારતના દિલ પર અને સમગ્ર રાષ્ટ્ર પર હુમલો છે. સરકાર પાસેથી અમારી સ્પષ્ટ માંગ છે કે આ ઘટનાનો તાત્કાલિક અને સખત જવાબ આપી, શહીદ થયેલા નિર્દોષો માટે ન્યાય આપવો જોઈએ — જેથી ભારતના દરેક નાગરિકના દિલ પર લાગેલા ઘા પર મલમ લાગી શકે.
ઓમ શાંતિ…