


તા. ૧૬-૨-૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લાના હારીજ માં આવેલ સમાજની વાડીમાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. સમારંભનું અધ્યક્ષ પદ શ્રી. દિલીપજી વીરાજી ઠાકોર..પૂર્વ કેબિનેટ મીનિસ્ટરશ્રીએ સાંભળ્યું હતું.
સ્નેહ મિલન કાર્યક્રમમાં નીચે મુજબ કામગીરી કરવામાં આવી..
*** સમાજની વાડીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
*** સમાજના નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
*** નોકરી મેળવનાર સમાજના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
***સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
અંતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપેલ તમામનો આભાર માનવામાં આવ્યો.
સંકલન:
ગંગરામજી ભેમાજી ઠાકોર
રૂગનાથપૂરા. હારીજ…પાટણ.


























