
આજ તા.૨૮/૯/ ૨૦૨૪ ના રોજ માનનીય ગેનીબેન ઠાકોર (સાંસદ -લોકસભા બનાસકાંઠા) નો અભિવાદન સમારંભ પાટણ ના પ્રગતિ મેદાનમાં યોજાયો. આ સમારંભનું ઉદ્ઘાટન દીપ પ્રાગટય કરીને કર્યું જેમાં સદારામ બાપુની જગ્યાના દાસ બાપુ, દોલતરામ બાપુ, જગદીશભાઈ ઠાકોર ( સી.એસ.સી.મેમ્બર અને ભૂતપૂર્વ સાંસદ),શક્તિસિંહ ગોહિલ (પ્રમુખ શ્રી ),અમિત ચાવડા ,કિરીટ પટેલ,રઘુભાઈ દેસાઈ, ચંદનજી (,ભુ.ધારાસભ્ય સિધ્ધપુર)બળદેવજી ઠાકોર (ધારાસભ્ય), અમૃતજી ઠાકોર(ધારાસભ્ય કાંકરેજ )તેમજ સમાજ અને અન્ય સમાજના અગ્રણીઓ તથા મહેસાણા ,પાટણ, બનાસકાંઠાઅને સાબરકાંઠા જિલ્લાની મોટી સંખ્યામાં જનમેદની હાજર રહેલ !!! સમારંભમાં હાજર રહેલ પક્ષના મોવડીમંડળ અન્ય મહાનુભાવો અને મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. દોલતરામ બાપુએ સમાજની એકતા વધુમાં વધુ થાય તે માટે સૂચક ભાષણ કર્યું.. ચંદનસિંહે ઓ.બી.સી. અનામતના ૨૭ ટકા માંથી વધુ પછાત અને ગરીબો માટે ૨૦ ટકા અલગ અનામતનું વર્ગીકરણની માગણીનો ઠરાવ વાંચી સંભળાવેલ !
બનાસકાંઠાના સાંસદ માનનીય ગેનીબેને અનામત વર્ગીકરણ માટે ખાસ વાત કરી..સમાજમાં થતા પ્રેમલગનોમાં માતાપિતાની સંમતિ, મૈત્રી કરાર સમાજ માટે એક દૂષણ, ઠાકોર સમાજની વસ્તી પ્રમાણે ગણતરી કરીને અનામત આપી
નોકરી,સહકાર,શિક્ષણ,રાજકારણ,બોર્ડ,નિગમ માં ઠાકોર સમાજનું પ્રિનિધિત્વ વધારવા સૂચન કરેલ..કન્યાઓ માટે સમગ્ર શિક્ષણ મફત કરવા,ઠાકોર બોર્ડની ગ્રાન્ટ વધારવા,સરળતાથી લોન મળી શકે તેવી પ્રકિયા ઊભી કરવા,ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા સરકારશ્રી પાસે માગણી કરેલ.!!
રાજકારણમાં ચૂંટણી માટે ઉમેદવારોને અપાતી ટિકિટમાં લોકશાહી ધોરણે પારદર્શિતા લાવવા અને વોટિંગ સિસ્ટમ લાવવા માટે ખાસ સૂચન કર્યું..
તેઓએ ઠાકોર અને અન્ય સમાજની સેવા માટે હર હંમેશાં કટિબદ્ધ છે તેવું જાહેર કર્યું..બનાસકાંઠાની જનતાએ તન, મન અને ધનથી ખોબલે ખોબલે વોટ આપી સાસંદ તરીકે જીત અપાવી મામેરું ભર્યું તે બદલ તેમને આભાર માન્યો..!!
જિલ્લાના ઠાકોર સમાજે ગેનીબેનનું ૧૧ લાખનું મામેરું ભર્યું તે રકમ તેમણે કન્યાઓ ના શિક્ષણ માટેની પાટણની છાત્રાલયમાં દાન કર્યું !!!
રબારી સમાજે ૫ લાખનું મામેરું ભર્યું તે રકમ બહેને રબારી સમાજની હોસ્ટેલ, પાટણમાં દાન તરીકે આપી !
પોતાની સાંસદની ગ્રાન્ટ માંથી ઠાકોર સમાજની દીકરીઓ માટે બનતી હોસ્ટેલ માટે રકમ ફાળવવાનું વચન આપ્યું..
ઠાકોર સમાજની કન્યાઓ માટે ભણવાની અગવડ ન પડે તે માટે આકાર લઈ રહેલ ૪૦૦ બેડની હોસ્ટેલ માટે બે રૂમનો ખર્ચ ચંદનજી અને બે રૂમ બળદેવજીએ ઉપાડવાનું જાહેર કરી કન્યા કેળવણીનો વ્યાપ વધે તે માટે યોગદાન આપેલ છે !
અંતમાં, ગેનીબેન અને મોવડી મંડળે સમારંભનું આયોજન અને સફળ સંચાલન કરવા બદલ ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોરનો આભાર માન્યો હતો..
દિલ્હીથી આવેલ મોવડી મંડળ, સાંસદો, ધારાસભ્યો, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓનો,સરપંચશ્રી ઓનો,ઠાકોર સમાજ અને અઢારે આલમની જનમેદનીનો આભાર માનવામાં આવ્યો હતો.. જય માતાજી.. જય ઠાકોર સમાજ.. જય ભારત..
અહેવાલ લેખન :
કેશાજી એસ.પરમાર
એમ.કોમ.બી.એડ. પત્રકારત્વ
9429410462
https://www.facebook.com/share/v/isDjqpYMWkrU2ubg/?mibextid=xfxF2i
https://www.facebook.com/share/r/g6v9cRqfbFNkjoHF/?mibextid=xfxF2i





