




















શ્રી યુવા રાણા સમાજ, સુરત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ RPL-2025 સમાજ ના યુવાનો ને સંગઠિત કરવા ના હેતુ થી પ્રમુખ શ્રી અનયભાઈ જરીવાલા અને મહામંત્રી શ્રી એડ.વિજયભાઈ જરીવાલા ના માર્ગદર્શન હેઠળ રમતગમત સહ-કન્વિનર શ્રી હિતેન્દ્ર એમ રાણા અને શ્રી નિખિલ રાણાની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 48 ટીમો એ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની શરૂઆત તારીખ ૨૩/૦૨/૨૦૨૫ ના રોજ થઈ હતી અને દર રવિવારે આયોજિત થઈ ને સેમીફાઈનલ અને ફાઈનલ મેચ તારીખ 23/03/2025 મી એ શાળા ક્રમાંક 8-9 નું ગ્રોઉન્ડ, ચિલ્ડ્રન પાર્ક ની બાજુ માં, મજુરા ખાતે રમાઈ હતી. જેમાં CHAMPION TEAM MAHADEV XI તથા RUNNERS UP TEAM MAHA LAXMI XI થઈ હતી.
ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ૪૮ ટીમોના દરેક પ્લેયર્સ ને ટી શર્ટ આપવામાં આવી હતી. ટુર્નામેન્ટને આર્થિક સહયોગ શ્રી જીગ્નેશ ભાઈ સી પાટીલ (પ્રમુખશ્રી યુથ ફોર ગુજરાત) શ્રી આકાશ હેમંતભાઈ જરીવાલા (ઉદ્યોગપતિ આકાશ એક્સપોર્ટ/હર હર મહાદેવ કોપર મેટલ) તથા શ્રી જીગ્નેશ રમેશચંદ્ર રાણા (U.S.A.) તથા અન્ય સ્પોન્સરો તરફથી મળી રહ્યો હતો.
આ ટુર્નામેન્ટ માં પ્રમુખ ઇલેવન અને મહામંત્રી ઇલેવન વચ્ચે કમિટીના સભ્યો સાથે ફ્રેન્ડલી મેચ નું આયોજન પણ કરવામાં આવેલું. જેમાં પ્રમુખ ઇલેવન નો વિજય થયેલ હતો.
આ કાર્યકમ માન.ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણાજી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ.તેમજ શ્રી સુરત રાણા સમાજના પ્રમુખ શ્રી નવીનચંદ્ર હીરાલાલ જરીવાલા તથા સંઘચાલક RSS સુરત મહાનગર, શ્રી સુધાકર ભાઈ માસ્ટર અને સમાજ ના હોદ્દેદારો, દાતા શ્રીઓ, આમણત્રીત મહેમાનો હાજર રહી કાર્યકમ ને સફળ બનાવેલ.
આખી ટુર્નામેન્ટનો સ્કોર CRIC HEROES મોબાઈલ એપ્લીકેશન દ્વારા અપડેટ કરીને દરેકને પોતાના મોબાઈલમાં લાઈવ સ્કોર જોઈ શકાય એવું આયોજન કરવામાં આવેલું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સૌ કમિટી સભ્યો તથા હોદ્દેદારો અને શુભેચ્છકોનો સાથ સહકાર મળ્યો હતો.