

તા.૧૧/૧/૨૦૨૫ ના રોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ દીન દયાળ ઉપાધ્યાય હોલમાં 118 વર્ષ પૂરા કરનાર દીવાન બલ્લુભાઈ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પાલડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિયેશન દ્વારા ભોજન સાથેનો ‘સ્નેહમિલન સમારોહ’, વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવા માટેનો એક અનોખો કાર્યક્રમ ‘સદીના સિતારા’ અને ‘સંગીત સંધ્યા’ કાર્યક્રમ યોજાઈ ગયો.
સ્નેહ મિલનની શરૂઆત સ્વાદિષ્ટ અને ભાવતા ભોજનથી થઈ. હોલમાં પણ શાળાનું વાતાવરણ જીવંત થઈ ગયું હોય તેવાં દૃશ્યો સર્જાયાં.. વિદ્યાર્થી જીવન ફરીથી ધબકતું થયું હોય તેવો પૂર્વ વિદ્યાર્થીઓને અહેસાસ થવા લાગ્યો..! દીવાન બલ્લુભાઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ટ્રસ્ટીગણ,આચાર્યશ્રીઓ, ગુરુજનો, આમંત્રિત મહેમાનો અને કલાકારો તેમજ સ્વયંસેવકો વગેરે સમયસર આવીને કાર્યક્રમની શોભા વધારી દીધી..
‘ સદીના સિતારા ‘ અને ‘સંગીત સંધ્યા’ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો ….શ્રી.
આશિષ ચૌહાણ ..અર્થતંત્રના રાહબર..નિફ્ટી ઇન્ફેક્શન સર્જક..વિશ્વ વિખ્યાત ટેકનોક્રેટ, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી. અમિતાભ ઠાકોર સાહેબ, ચેરમેનશ્રી. ડૉ.હેમાંગ દેસાઈ, ટ્રસ્ટી સાહેબ,શ્રી.કૌશલ ઠાકોર સાહેબ ટ્રસ્ટીશ્રી, શ્રી. સુરેન્દ્રભાઈ પટેલ” કાકા”, શ્રી.બી.જી.પટેલ..નિવૃત આચાર્ય..દીવાન બલ્લુભાઈ ઉ. મા.શાળા..પાલડી,શ્રી. ઉમંગ ઠક્કર..પતંગ હોટેલ અને ધર્મદેવ બિલ્ડર્સ , શ્રી.જયેશ પટેલ ..રજવાડું હોટેલ અને બિલ્ડર, શ્રી.જયશ્રી મહેતા..એસોસિ યેશનના પ્રમુખ, શ્રી.ઉર્વીશ કંથારિયા (સહમંત્રી), શ્રી. બિજલબેન પટેલ..પૂર્વ મેયર..અમદાવાદ , શ્રી.સુજય મહેતા..ચેરમેન મ્યુનિ.સ્કૂલ બોર્ડ અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી અને આશીર્વાદ આપીને કરી. શુભ કાર્યની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી.
સંગીતની દુનિયાના હોનહાર કલાકારો શ્રી. મુખત્યાર શાહ, ડૉ. પાયલ વખારિયા,ઈરફાન દિવાન વગેરે.. એ ફિલ્મી ગીતો ગાઈને હોલમાં ખીચોખીચ ભરાયેલ માનવ મેદનીને ડોલાવી અને નચાવી હતી. તેમજ શ્રી.અભિજિત,
હિમાંશુ પટેલ અને સુજય મહેતાએ પણ ફિલ્મી ગીતો ગાઈને સર્વે ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સંગીત કાર્યક્રમના વિરામ બાદ, ત્રણ એક્કા જેવા સદીના સિતારાઓ ને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં શ્રી. આશિષ ચૌહાણ..CEO,M.D. of National Stock Exchange, શ્રી. સુરેન્દ્ર પટેલ “કાકા”.. પૂર્વ ચેરમેન ઔડા અને આધુનિક અમદાવાદના શિલ્પી અને ડૉ.કુમારપાળ દેસાઈ પદ્મશ્રી થી સન્માનિત સાહિત્યકાર,વિચારક અને ગુજરાતી વિશ્વકોષના પથદર્શકને ફૂલહાર,શાલ અને શિલ્ડથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
શ્રી.રાજેશ અદાણી..વૈકલ્પિક ઉર્જાનાં મહત્વના પરિમાણ, અદાણી એન્ટર પ્રાઈઝના એમ.ડી.અને શ્રી. સમીર મહેતા ..ફાર્માસ્યુટિકલ,ઊર્જા અને મેનેજમેન્ટ નિષ્ણાત,સફળ ઉદ્યોગપતિને વૈશ્વિક પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
શ્રી.જયેશ પટેલ.. રજવાડું હોટેલ,બિલ્ડર, શ્રી.ઉમંગ ઠકકર.. પતંગ હોટેલ અને ધર્મદેવ બિલ્ડર્સ, શ્રી.સંજય ઠક્કર..દેવ કન્સસ્ટ્રકશનના સ્થાપક, શ્રી. દિલીપ પટેલ.. આર્યવ્રત ગ્રુપના સ્થાપક અને શ્રી.જનકસિંહ પરમાર..અગ્રણી સામાજિક કાર્યકરને સંસ્થા સંવર્ધક એવોર્ડથી નવાજ્યા હતા.
શ્રી.રોહિત પટેલ..ગુજરાત વેપારી મહામંડળ અને એ.એમ. એ.ના પૂર્વ પ્રમુખ, પ્લેનેટ હેલ્થના સ્થાપક,શ્રી.રસેશ પટેલ..ડયુ ટ્રોન પોલીમરસના ચેરમેન, શ્રી.બીજલ પટેલ..અમદાવાદ શહેરના પૂર્વ મેયર, શ્રી. ભરત મકવાણા..પૂર્વ ધારસભ્ય, શ્રી.રાકેશ શાહ..પૂર્વ ધારસભ્ય, ડૉ.સુજય મહેતા.. ચેરમેન..અમદાવાદ મ્યુનસિપલ સ્કૂલ બોર્ડ, શ્રી.અજય શાહ.. પૂર્વ પ્રમુખ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, શ્રી.હિરેન વકીલ..કરવેરા નિષ્ણાત, ડૉ.વનિતા વ્યાસ.. ભારતીય સંસ્કૃતિ વર્ધક, શ્રીમતી લીઝા શાહ..શિક્ષણ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર, શ્રી.અશોક સાહેબા.. ચેરમેન,સિલેકશન કમિટી મહિલા ક્રિકેટ વેસ્ટ ઝોન,રણજી ટ્રોફી ખેલાડી, શ્રી.હિમાંશુ પટેલ..
આંતરરાષ્ટ્રીય વોટર પોલો ખેલાડી અને મેડલ વિજેતા, શ્રી.મીનાઝ લાલીવાલા.. રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયન શ્રી.ઋષિકેશ વેદ..શિક્ષણ ક્ષેત્રે અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરનારને વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના માનીતા અને વિદ્યાર્થીઓની સતત કાળજી લેનાર..વિદ્યાર્થીકેન્દ્રી શાળાના પૂર્વ આચાર્યશ્રી.બી.જી.પટેલ સાહેબનું સિંહાસન પર બેસાડી,ફૂલહાર પહેરાવીને, સાફો પહેરાવી,શાલ ઓઢાડી અને તલવાર આપી પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું.. જે અદ્ભુત ક્ષણો હતી.
સન્માન કાર્યક્રમ બાદ ફિલ્મી ગીતો ગાવાની રમઝટ બોલાવીને ગાયક કલાકારોએ વિદ્યાર્થીકાળમાં થયેલ શાળાના ટેલેન્ટ કાર્યક્રમોની યાદ અપાવી દીધી હતી.
ડિજિટલ સ્ક્રીન..૩, વર્લ્ડ વાઈડ લાઈવ પ્રોગ્રામ, સ્ટેજ વ્યવસ્થા, ઓરકરેષ્ટ્રા વગેરેની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની કમાન શ્રી.ઉમંગ ઠક્કર સાહેબે સંભાળી હતી.સમગ્ર કાર્યક્રમ ને શ્રી.જયેશભાઈ પટેલ સાહેબે સ્પોનસર કર્યો હતો..! અને હવે આગામી કાર્યક્રમ માટે રૂ.૧૧ લાખ આપીને શ્રી.રાજેશભાઈ અદાણી સાહેબે બુક કરેલ છે તે બંને દાનવીરો નો આભાર !!
સમગ્ર કાર્યક્રમનું અદ્ભુત એંકરિંગ શ્રી. સમ્રાટ દવે એ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા..!!
અંતે, કાર્યક્રમની અદ્ભુત સફળતા બાદ આભારવિધિ કરી હતી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થયેલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો.
અહેવાલ લેખન..
Keshaji S.Parmar
M.Com.B.Ed. Journalism.