

તા.૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓને નવાજવાનો “વિદ્યાર્થી સન્માન સમારોહ” ઉમંગ અને ઉત્સાહભેર ડીસા મુકામે યોજાઈ ગયો !
આ સમારોહનું આયોજન “ઠાકોર સમાજ કર્મચારી મંડળ , ડીસા દ્વારા કરવામાં આવ્યું..ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સંચાલિત લાઇબ્રેરીના સંચાલક શ્રી.રસીકજી ઠાકોર સાહેબ (આર્મી મેન) ,.શ્રી.મુકેશભાઈ ગાલાવાડિયા (ક્લાસ.૧ અધિકારી) અને તેમની ટીમે ઘણા દિવસોના અથાગ પ્રયત્નોથી તન, મન ધનથી ‘ઈનામ વિતરણ કાર્યક્રમ’ સફળ બનાવેલ ! માનનીય
‘બનાસનાં બેન, ગેનીબેન’ સાંસદ બનાસકાંઠા, માન.શ્રી. કેશાજી ચૌહાણ ધારાસભ્ય દિયોદર, શ્રી. લેબુજી ઠાકોર સાહેબ,શ્રી. જગમાલજી ઠાકોર જુનીયર એન્જીનીયર એમ.જી.વી.સી.એલ. કપડવંજ તેમજ અન્ય મોંઘેરા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તમામ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું !!
મહેમાનોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપેલ..
માનનીય ગેનીબેને ઠાકોર સમાજ ડીસાની લાઇબ્રેરી ના સંચાલનનાં ભરપેટ વખાણ કર્યા હતાં અને સંચાલકો,દાતાઓ,શિક્ષણ પ્રેમીઓને તથા અન્ય સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા..
શ્રી.લેબૂજી ઠાકોર સાહેબે હાલમાં પ્રવર્તમાન ૨૭ % ઓ .બી.સી. અનામતમાં ઠાકોર સમાજને ઓછો લાભ મળ્યો છે તેથી સરકારશ્રીની અનામત નીતિ બાબતે ઘટતું કરવા માટે વક્તવ્ય આપ્યું હતું..
કાર્યક્રમના અંતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામનો આભાર માની
‘સન્માન સમારોહ’ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.
અહેવાલ લેખન અને સંકલન :
કેશાજી એસ.પરમાર
પત્રકારત્વ…