

તા.૨૧/૧૧/૨૦૨૪ માં રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલ,
લૉ ગાર્ડન,અમદાવાદમાં ” મ્યુઝિકલ નાઈટ “, “સ્નેહમિલન કાર્યક્રમ” અને “બર્થ ડે સેલિબ્રેશન કાર્યક્રમ” યોજાયો હતો.
આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન “ઓમ સીનીયર સીટીઝન ગ્રુપ જોધપુર સેટેલાઇટ અને જલસા સીનીયર સીટીઝન ગ્રુપ વાસણા અમદાવાદ” દ્વારા કરવામાં આવ્યું . કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રભુવંદનાથી કરવામાં આવી, જેમાં ગ્રુપ ના પ્રમુખશ્રી.એચ.કે.પટેલ , વલ્લભભાઈ,નરેન્દ્રભાઇ, રવિન્દ્રભાઈ, જશુભાઇ, શ્રી.વાંકાની સાહેબ(રીટા.જસ્ટીસ હાઈકોર્ટ ઓફ ગુજરાત), કનકસિંહ દેસાઈ (લાયન્સ ક્લબ), વિક્રમભાઈ પટેલ,જી.જી.દરજી,
વિષ્ણુભાઈ એમ.ગજજર, રાજુભાઈ બી.ગઢવી, આર.આર.પટેલ, જે.પી.જોષી, જે.પી.વાળંદ, કેશાજી પરમાર,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (દીવાન બલ્લુભાઈ સ્કૂલ..પાલડી..કાંકરિયા) જોધપુર ગામના કોર્પોરેટર બહેન વગેરે મહાનુભાવોએ હાજરી આપી.
વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી.અમિત ઠાકર પણ આ કાર્યકમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
વળી, આ કાર્યક્રમમાં “શેલ્બી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ” અમદાવાદના નિષ્ણાત ડૉકટરશ્રીઓ ઉપસ્થિતિ સૂચક હતી.
ગ્રુપના સભ્યોના નવેમ્બર માસમાં જન્મ દિવસ આવતા હોય તેઓને પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી તેમજ કૅક કાપીને તેમનો જન્મ દિવસ
ઉજવવામાં આવેલ.. ગ્રુપના પ્રમુખશ્રી. એચ.કે.પટેલ સાહેબનો જન્મ દિવસ આજ રોજ હોઈ તેમના પુત્ર સ્વપ્નિલ અને પુત્રવધુ તેમજ પૌત્ર સાથે ધામધૂમથી મનાવવામાં આવેલ.
મ્યુઝિકલ નાઈટ માટેના કલાકારોમાં પરાગી અમર (વોઇસ ઓફ લતા),મનપ્રીત કૌર (વોઇસ ઓફ લતા), નીલેશ બ્રહ્મભટ્ટ (વોઇસ ઓફ રફી),પિનાકીન પંચોલી (વોઇસ ઓફ મુકેશ) હતા જેઓએ જૂના ગીતો ગાવાની રમઝટ બોલાવીને સંગીત સંધ્યા સફળ બનાવેલ.. ઓરકેષ્ટ્રાનું સમગ્ર સંચાલન નીલેશ શાહે કરેલ..સહ ગાયક કલાકારોમાં શ્રી. મહેન્દ્ર પટેલ અને સુભોધ ત્રિવેદીએ સંગીત કાર્યક્રમ સફળને બનાવ્યો.
સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ તૃપ્તિ શાહ મેડમે સરસ રીતે કર્યું તેમજ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કેશાજી પરમાર,સ્વપ્નિલ અને હર્ષદભાઈ પટેલ સાહેબે કરી હતી..
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રુપના સભ્યો,મહેમાનો, નિષ્ણાત ડોક્ટરશ્રીઓ,સંગીતકારો,
ગાયક કલાકારો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે …તન.. મન..ધન..થી સહકાર આપેલ છે તેમનો ગ્રુપના પ્રમુખશ્રીએ દીલથી આભાર માનેલ,અને કાર્યક્રમનું સમાપન કરેલ.
અહેવાલ લેખન:
Keshaji S.Parmar
M.Com.B.Ed. Journalism.