
” ઓમ સીનીયર સીટીઝન ગ્રુપ ” દ્વારા જોધપુર સેટેલાઇટ અમદાવાદમાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો…
અમદાવાદના જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સાનિધ્ય પાર્ટી પ્લોટમાં તા.૨૩/૯/૨૦૨૪ના રોજ સાંજના ૪ થી ૧૦ વાગ્યા દરમ્યાન “ઓમ સીનીયર સીટીઝન ગ્રુપ” દ્વારા “સંગીત સંધ્યા”નો કાર્યકમ ધામધૂમથી ઉજવાઈ ગયો.
વેજલપુરના ધારાસભ્યશ્રી. અમિત ઠાકર સાહેબ,ગ્રુપના પ્રમુખશ્રી. એચ.કે. પટેલ સાહેબ, ઉપ પ્રમુખશ્રી. વલ્લભભાઈ પટેલ, સેક્રેટરી આશિષ ભાટિયા, હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ શ્રી. માયાની, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી.કનકસિંહ દેસાઈ સાહેબ,ગ્રુપ મેમ્બર કેશાજી પરમાર અને અન્ય મહાનુભાવોએ દિપ પ્રગટાવીને
“સંગીત સંધ્યા’ કાર્યક્રમનું
ઉદ્ઘાટન કર્યું.
આવેલ મહેમાનો આપની સંસ્કૃતિ અને પરંપરા મુજબ ફૂલછડીથી ઉમળકાભેર ગ્રુપના પ્રમુખશ્રી.એચ.કે. પટેલ અને તેમની ટીમે સ્વાગત કર્યું..
સ્વાગત વિધિ બાદ “સંગીત સંધ્યા” પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો..
ફિલ્મી ગીતોના આ કાર્યક્રમમાં કેટલાક મેમ્બર્સ મન મૂકીને ગીતોની રમઝટ સાથે સાથે નાચ્યા પણ હતા !
ગાયક કલાકારોની વિશેષતા એ હતી કે તેઓ ગ્રુપના મેમ્બર્સ હતા.!! કેટલાંક ગીતો તો વન્સ મોર..વન્સ મોર..ની ફરમાઈશ વાળા હતા !!!
કાર્યક્રમની શરૂઆતમાં ચા..કોફી તથા હળવા નાસ્તાનું આયોજન કરેલ અને અંતે સ્વાદિષ્ટ ભોજન સાથે કાર્યક્રમ પૂરો જાહેર કરવામાં આવેલ..